જરૂ ગામની પરિણીતાએ ગળેફાંસો ખાઇ આપઘાતનો કર્યો પ્રયાસ

copy image

અંજાર તાલુકાના જરૂ ગામે રહેતી એક પરિણીતાએ શુક્રવારે સાંજના અરસામાં સુમારે પોતાના ઘેર ગળેફાંસોનો પ્રયાસ કરતાં તેણીને સારવાર માટે જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી મુજબ અંજાર તાલુકાના જરૂ ગામે રહેતી રાવીબેન રાવાભાઈ કોલી (ઉ.વ.૪૩) શુક્રવારે સાંજના પાંચ વાગ્યાના અરસામાં ઘરમાં કોઈ કારણોસર ગળેફાંસો ખાવાનો પ્રયાસ કરતા તેણીને તાત્કાલિક સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાંથી વધુ સારવાર માટે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ અંગે અંજાર પોલીસને જાણ કરાતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.