પલાંસવામાં જુગાર રમતા  પાંચ ઝડપાયા : પાંચ નાસી છૂટયા

copy image

copy image

રાપર તાલુકાના પલાંસવા ગામની સીમમાં બાવળની ઝાડીમાં જુગાર ખેલતા પાંચ ખેલીની પોલીસે અટક  કરી હતી જ્યારે પાંચ ખેલી નાસી જવામાં સફળ રહ્યા હતા. પકડાયેલા શખ્સો પાસેથી રોકડ રૂા. 33,600 હસ્તગત કરાયા હતા. પલાંસવા ગામની સીમમાં બાંત્રોડી તળાવની પાળની પાછળ અમુક શખ્સો સાંજના અરસામાં  ગોળ કુંડાળુંવાળી જુગાર રમી રહ્યા હતા તેવામાં અચાનક આવેલી પોલીસે રામા શકતા ભરવાડ, હીરા રામા ભરવાડ, ગણેશ હઠા ભરવાડ, રૂડા જહા કોળી, સુરેશ પેથા ખોડ (રાજપૂત)ની ધરપકડ કરી હતી જ્યારે ગાગોદરનો લાલો નાગજી ભરવાડ, પલાંસવાનો ભાણા રામ ઉમર, ઘાણીથરનો લાલા હિંદા ભરવાડ, પલાંસવાનો નોધા સામતા ઉમર તથા ગાગોદરનો લખા ખેતા ભરવાડ નામના શખ્સો નાસી ગયા હતા. જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમતા અને પોલીસના હાથે પકડાયેલા શખ્સો પાસેથી રોકડ રૂા. 33,600 તથા પાંચ બાઇક, પાંચ મોબાઇલ એમ કુલ રૂા. 1,94,100નો મુદ્દામાલ જપ્ત  કરાયો હતો.