અંજારમાં પીજીવીસીએલ ટીમે ચેકિંગ દરમ્યાન ૮ લાખનો દંડ ફટકાર્યો

copy image

પીજીવીસીએલની ટીમે સોમવારે વહેલી સવારથી જ શહેર તેમજ હાઇવે સહિતના વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરી રૂા. 8 લાખનો દંડ ફટકારતાં વીજચોરી કરતા તત્ત્વોમાં ફફડાટ ફેલાયો હતો. પ્રાપ્ત માહિતી મુજબ જામનગર, મોરબી, ભુજ અને અંજાર વર્તુળ કચેરીની ટીમ દ્વારા અંજાર શહેર અને હાઇવે પરના રહેણાક તથા કોમર્શિયલ વિસ્તારોમાં 150 જેટલી જગ્યાએ ચેકિંગ હાથ ધરી હતી જેમાં 13 સ્થળે વીજચોરી થતી હોવાનું માલુમ પડતાં અંદાજે આઠેક લાખનો દંડ ફટકારાયો હતો, તો કેટલીક જગ્યાએ મીટરો ઉતારી લેવાયા હોવાનું પણ જાણવા મળી હતું .