ભુજના કુકમા ટોલનાકે ફરી એકવાર વિવાદ અને અવ્યવસ્થાની સ્થિતિ સર્જાઈ

ભુજના કુકમા ટોલનાકે ફરી એકવાર વિવાદ અને અવ્યવસ્થાની સ્થિતિ સર્જાઈ છે. સામાન્ય બાબતે વાહનચાલકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં ટોલનાકે હોબાળો મચ્યો હતો. જેના કારણે ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ હતી અને વાહનોની લાંબી કતારો લાગતાં અનેક વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે કુકમા ટોલનાકે આવી ઘટનાઓ વારંવાર બનતી હોવા છતાં જવાબદાર તંત્ર દ્વારા હજુ સુધી કોઈ નક્કર પગલાં કેમ લેવામાં આવતાં નથી? દર વખતે વિવાદ થાય, વાહનોની કતારો લાગે અને મુશ્કેલીનો ભોગ બને છે સામાન્ય જનતા!
શું તંત્ર કોઈ મોટી દુર્ઘટના કે ગંભીર ઘટના બને તેની રાહ જોઈ રહ્યું છે? વારંવારની સમસ્યા છતાં કાયમી ઉકેલ કેમ નહીં?