દિનારા-ધ્રોબાણા વચ્ચે ટાવર પાસે રૂા.2.60 લાખના વાયરની તસ્કરી

copy image

copy image

ખાવડા બાજુ મોટા દિનારાથી ધ્રોબાણા જતાં સીમ વિસ્તાર ખાનગી કંપનીની તાર ખેંચવાની ચાલતી કામગીરી દરમ્યાન ટાવર પાસે જમીન પર રાખેલા વાયરમાંથી 4000 મીટર વાયર કિં.રૂ.2,60,000ની તસ્કરી  થતાં ફરિયાદ નોંધાઈ હતી . આ ચોરી અંગે એસોસીએટેડ પાવર સ્ટ્રકચરર્સ પ્રાઈવેટ લિ. (એ.પી.એસ.) વડોદરાની કંપનીના સાઈટ સુપરવાઈઝર મહેશ સાવે ખાવડા પોલીસ મથકે નોંધાવેલ ફરીયાદ મુજબ તેમની કંપની દ્વારા ટાવર ઉભા કરી ટ્રાન્સમીશન લાઈન લગાડવા-ખેંચવાની કામગીરી  દરમ્યાન મોટા દિનારાથી ધ્રોબાણા તરફ જતા મોટા દિનારાની સીમમાં ટાવર પાસે જમીન પર રાખેલા એલ્યુમીનીયમના કન્ડકટર વાયરમાંથી તા.22/5ના  રાતથી બીજા દિવસની સવાર સુધી 4000 મીટર વાયર જેનું વજન 5200 કિલોગ્રામ કિ.રૂ.2,60,000ની કોઈ અજાણ્યા ચોર ઈસમ ચોરી કરી લઈ ગયા છે ખાવડા પોલીસે ચોરીની ફરીયાદ નોંધી તપાસ હાથ ધરી હતી . અત્રે ઉલ્લેખનિય છે કે, ખાવડા વિસ્તાર બાજુ સૌથી મોટો સોલાર એનર્જી પાર્ક તૈયાર થઈ રહ્યો છે. ત્યારે તેની કામગીરીને લઈ આ વિસ્તાર ધમધમી રહ્યો છે. આથી આ વિસ્તારમાં તસ્કરો પણ સક્રિય થયા છે. સાંજ-સવારે  આવી વાયરચોરી તેમજ વિવિધ સામગ્રી-સાધનોની ચોરી ઉપરાંત ડીઝલચોરીના બનાવો પણ સામે આવે આવી રહ્યા છે. ત્યારે આવી ગેંગ ઉપર પોલીસ ધાક બેસાડતી કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે.