વાંઢિયામાં ગાડી ધીમી હાંકવા કહેનાર વૃદ્ધ પર હુમલો
copy image

ભચાઉ તાલુકામાં પોતાની શેરીમાં તીવ્ર ગતિથી વાહન હંકારીને જતા દૂધના ધંધાર્થીને ગાડી ધીમી હાંકવાનું કહેનાર વૃદ્ધ ઉપર લાકડી વડે હુમલો કરાયો હોવાની ફરિયાદ સામખિયાળી પોલીસ મથકે નોંધાઇ હતી. વાંઢીયાના ચોરાવાળા વાસમાં રહેતા રમેશ ખીમજી વાળંદે નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યા મુજબ, ગામના જ દૂધના ધંધાર્થી રામજી તેજા રબારી શેરીમાં દૂધ આપવા આવતા ત્યારે તીવ્ર ગતિથી વાહન ચલાવતા હોઇ તેમણે શેરીમાં નાના બાળકો રમતા હોય છે એટલે વાહન ધીમે હાંકવા કહ્યું હતું. તે વાતનું મનદુઃખ રાખી રામજીભાઇએ સાગતા તેજા રબારી સાથે આવી બોલાચાલી કરી લાકડી વડે માર મારી માથામાં, પીઠમાં તેમજ શરીરના અન્ય ભાગોમાં ઇજા પહોંચાડી હતી.