માનકૂવા અને જાટાવાડામાં પત્તા ટીંચતા છ ખેલી ઝડપાયા, પાંચ નાસી છૂટયા

copy image

copy image

માનકૂવા અને રાપર તાલુકાના જાટાવાડામાં જુગાર અંગે પડાયેલા જુદા-જુદા બે દરોડામાં પોલીસે છ ખેલીને ઝડપી પાડયા હતા અને કુલ રોકડા રૂા. 17,550 જપ્ત કર્યા હતા, જ્યારે પાંચ નાસી છૂટયા હતા.પ્રાપ્ત માહિતી મુજબ , પૂર્વ બાતમીના આધારે હાથ ધરાયેલી કાર્યવાહીમાં માનકૂવાના વથાણ ચોકમાં આવેલા હનુમાન મંદિરની બાજુમાં જાહેરમાં પત્તા ટીંચતા રાજેશ બાબુ કોલી તથા ઈમરાન અદ્રેમાન બાફણને પોલીસે પકડી પાડયા હતા, જ્યારે સલીસ ઠોડો અને કરસન પાયણ નામના બે ખેલી નાસી છૂટયા હતા. પોલીસે આરોપીઓ પાસેથી રોકડા રૂા. 10,600 કબજે કર્યા હતા અને જુગાર ધારા હેઠળની કલમો તળે કાયદેસરની કાર્યવાહી હાથ  ધરી હતી. બીજીબાજુ, રાપર તાલુકાનાં જાટાવાડા ગામમાં જાહેરમાં જુગાર ખેલતા ચાર શખ્સને પોલીસે પકડી પાડી રોકડા રૂા. 6950 જપ્ત કર્યા હતા, જ્યારે ત્રણ શખ્સ નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. જાટાવાડા ગામમાં મૂળજી ભાણાના ઘરની આગળ શેરીમાં અમુક શખ્સો જુગાર ખેલતા હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે ગઇકાલે બપોરે છાપો માર્યો હતો. અહીં પત્તા ટીંચતા રાજા ભગા પટેલ, દુદા અરજણ ચાવડા, મૂળજી ભાણા કોળી તથા રામા ગેલા ગોહિલને પકડી પાડવામાં આવ્યા હતા, જ્યારે દયાલ ભાણા કોળી, અનુ. જાતિના પ્રવીણ પેથા તથા નરપતસિંહ ધીરૂભા વાઘેલા નામના શખ્સો નાસી જવામાં સફળ રહ્યા હતા. પકડાયેલા ચાર શખ્સ પાસેથી પોલીસે રોકડ રૂા. 6950 હસ્તગત કર્યા હતા.