ભુજમાં એસટી બસ હડફેટે  યુવાનનું મોત

copy image

copy image

copy image
copy image

ભુજના ટાઈમસ્કેવર નજીક મિરજાપર ધોરીમાર્ગ પર અજાણી એસટી બસ હડફેટે મૂળ બિહારના ભોલીદાસ જયગોવિંદદાસ (ઉ.વ. 37) નામના યુવાનનું ગંભીર ઈજાના પગલે મોત નીપજયું હતું. પ્રાપ્ત માહિતી મુજબ, હતભાગી ભોલીદાસ સહજાનંદ સ્ટીલ સામે ઊભો હતો ત્યારે પૂરઝડપે આવતી અજાણી એસટી બસના ચાલકે ટક્કર મારી હતી, જેમાં તે ગંભીર રીતે ઘવાયો હતો. તેને સારવાર માટે તાત્કાલિક 108 મારફતે જી.કે. જનરલ હોસ્પિટલ ખસેડાયો હતો, ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ મુકાયો હતો, જ્યાં માર્ગમાં જ તેણે દમ તોડી દીધો હતો. ભુજની એ-ડિવિઝન પોલીસે બસચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.