અંજારમાં પોલીસને કેમ બોલાવો છો કહી ત્રણ લોકો ઉપર હુમલો

copy image

copy image

અંજારના ગંગાનાકાથી સવાસર નાકા વચ્ચે તમે પોલીસને બોલાવો છો તેનું મનદુ:ખ રાખી સાતેક શખ્સોએ  ધોકા, પાઇપ, પથ્થર વડે હુમલો કરતા ત્રણ લોકોને ઇજાઓ પહોંચી હતી. અંજારમાં શિવકૃપા નામની હોટેલ ચલાવતા ફરિયાદી નિખિલપુરી કેશવપુરી ગોસ્વામી તેના ભાઇ દિનેશપુરી, ભત્રીજો હીરેનગર ગત તા. 15/7ના રાત્રે હોટેલ બહાર ઉભા હતા ત્યારે  આરોપી સિકંદર આદમ, મહેબુબ હારૂન કુરેશી તથા અયનબિલાલ ઓઢેજા ત્યાં પાઇપ, ધોકા લઇને આવ્યા હતા. અમે રાત્રે બેસીએ ત્યારે પોલીસને  કેમ બોલાવો છો તેમ કહી ત્રણેય ઉપર હથિયારો વડે હુમલો કર્યો હતો. ત્રણેય હોટેલમાં ચાલ્યા જતા આગળ આરોપી સાથે અન્ય ચાર અજાણ્યા શખ્સો આવી હોટેલ ઉપર પથ્થરમારો કરી હોટેલના ગ્રાહક વિશ્વાસ ફડતેરની બહાર ઉભેલી ગાડીમાં પણ તોડફોડ કરી કુલ રૂા. 75000નું નુકસાન કર્યું હતું. ઘવાયેલાઓને સારવાર અર્થે લઇ જવાતા દિનેશપુરીને હાથમાં અસ્થિભંગ સહિતની ઇજાઓ પહોંચી હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે સાતેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.