ભુજમાં આંકડાનો જુગાર રમતો ઈસમ ઝડપાયો
copy image

ભુજમાં ટાઈમ બજારનો આંક ફરકનો જુગાર રમતા હુસેનશા ઓસમાણશા શેખને ભુજ બી-ડિવિઝન પોલીસે પકડી પાડી તેની પાસેથી રોકડા રૂા. 700 તથા આંકડાનું સાહિત્ય જપ્ત કર્યા હતા. પ્રાપ્ત માહિતી મુજબ, પૂર્વ બાતમીના આધારે હાથ ધરાયેલી કાર્યવાહીમાં ભુજની તુલસી મિલના ગેટ પાસે જાહેરમાં આંકડાનો જુગાર રમતા આરોપીને પોલીસે ઝડપી પાડયો હતો, તેની પાસેથી આંકડાનું સાહિત્ય તથા રોકડા રૂા. 700 હસ્તગત કરાયા હતા અને જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળ ની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.