Skip to content
વાગરાના ચાંચવેલ ગામેથી પોલીસે પાના પત્તાનો જુગાર રમતા નવ શખ્સોને પકડી પાડયા હતા. જેને પગલે જુગાર રમતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. વાગરા પોલીસને બાતમી મળી હતી કે ચાંચવેલ ગામના પાદરફળીયાની પાછળ બાવળીમાં કેટલાક શખ્સો પાના પત્તાનો જુગાર રમી રહ્યા છે.પોસઈ જે.કે.ડાંગરે બાતમીના આધારે પોલીસ કાફલા સાથે ચાંચવેલ ગામે દરોડો પાડી પાડ્યો હતો. જયાંથી નવ શકુનીઓને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી હતી. પોલીસે સલીમ એહમદ બચારી, શબ્બીર મહમદ અલ્લી, જાકીર આદમ પીપેરીવાળા, યાકુબ સુલેમાન નાયક, વલીભાઈ યાકુબ બચારી, યુસુફ દાઉદ પટેલ, મેહબુબ યાકુબ પટેલ, ઇસ્માઇલ યુસુફ પટેલ, મુબારક ઇસ્માઇલ ચીચા બધા રહે ચાંચવેલનાઓની ધરપકડ કરી કાયદેસરની તપાસ હાથ ધરી હતી. પોલીસે દાવ પરના ૧૫,૪૮૦ તેમજ બે મોબાઈલ મળી કુલ ૧૮,૪૮૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.