ગાંધીધામમાં વિદેશી દારૂ સાથે ઈસમ પકડાયો

ગાંધીધામ : શહેરના ટ્રાન્સપોર્ટનગર વિસ્તારમાં પોલીસે દરોડો પાડી એક ઈસમને વિદેશી દારૂની ૩૬ બોટલો સાથે ઝડપી પાડી સલાખો પાછળ ધકેલી દીધો હતો. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ શહેરના ટ્રાન્સપોર્ટનગરમાં સી. જે. પેટ્રોલપંપ પાછળ ઈંગ્લિશ દારૂનું વેંચાણ થતું હોવાની બાતમી આધારે એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ ડી. બી. પરમાર તથા સ્ટાફના હિરેનભાઈ મચ્છર, રાજપાલસિંહ જાડેજા સહિતના સ્ટાફે રાત્રીના અરસામાં દરોડો પાડી મુળ માળિયા તાલુકાના ફતેપર ગામના હાલે ટ્રાન્સપોર્ટનગર ગાંધીધામ રહેતા ઉમર ફતેમામદ રાઉમા (ઉ.વ.૩ર)ની લાકડાની કેબીનમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂ રમની બોટલો નંગ ૩૬ કિંમત રૂ. ૧ર,૬૦૦ ના મુદ્દામાલ સાથે પકડી પાડયો હતો. ઈસમ દારૂનો વેપલો કેટલા સમયથી કરતો હતો અને તેની સાથે અન્ય કોણ કોણ ઇસમો સામેલ છે તે જાણવા રિમાન્ડ મેળવવા કાર્યવાહી હાથ ધરેલ હોવાનું પીએસઓ વિજયભાઈ મહેશ્વરીએ જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *