માંડવીના  શિરવામાં ઘર-કબાટનાં તાળાં ખોલી 1.46 લાખના હારની ચોરી

copy image

copy image

માંડવી તાલુકાના શિરવામાં કોઇ અજાણ્યા જાણભેદુ ચોરે ઘર અને કબાટનું તાળું ખોલી સોનાંના 24 ગ્રામના હાર કિં. રૂા. 1.46 લાખની ચોરી થયાની ફરિયાદ નોંધાઇ હતી . આ અંગે માંડવી પોલીસ મથકે શિરવાના મફતનગરમાં રહેતા નસીમબેન દાઉદ શીરુએ નોંધાવેલ ફરિયાદ મુજબ ગત તા. 15-6ના સવારે 9થી બપોરે 1-30 સુધી કોઇ અજાણ્યા જાણભેદુએ ચાલીમાં આડી ઉપર રહેલી ઘરની ચાવીથી ઘર ખોલી અને કબાટનું લોક ખોલી તિજોરીમાંથી સોનાંનો 24 ગ્રામનો હાર કિં. રૂા. 1.46 લાખની ચોરી કરી લઇ ગયો છે. આ ચોર કોઇ નજીકનો સંબંધી- જાણભેદુ હોવાની શંકાને લઇ ભાગગ્રસ્તે પોતાની રીતે તપાસ કરતાં કોઇ સગડ ન મળતાં મોડી ફરિયાદ કર્યાનું લખાવ્યું હતું.  પોલીસે ગુનો નોંધી આગળની  તપાસ હાથ ધરી હતી.