મેઘપર (બો.) નજીક આગળ જતાં ટ્રેઇલરમાં ટેન્કર ભટકાતાં એકનું મોત

dead-body-floor-60202053

copy image

copy image

ગાંધીધામમાં ટેન્કર ભટકાતાં ટેન્કરચાલક સોહનલાલ તુલસારામ નામના યુવાનનું મોત થયું હતું. ગાંધીધામ નજીક કચ્છ આર્કેડમાં આવેલ ધ્રુવી લોજિસ્ટિક નામની ટ્રાન્સપોર્ટ કંપની માં કામ કરનાર સોધીલાલ નામનો યુવાન ગત તા. 18/7ના ગળપાદરથી મુંદરા જવા નીકળ્યો હતો. મેઘપર બોરીચી જીનસ કંપની સામે તેનું પહોંચ્યું હતું. દરમ્યાન, આગળ જનાર ટ્રેઇલરના ચાલકે અચાનક બ્રેક મારતાં ટેન્કર પાછળથી ભટકાયું હતું જેમાં ટેન્કર ચાલકને ગંભીર પ્રકારની ઇજાઓ થતાં તેને સારવાર અર્થે લઇ જવાયો હતો જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. ટ્રેઇલર ચાલક વિરુદ્ધ ભરતકુમાર જયરામ જોશીએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.