દરશડીમાં યુવાન ઉપર હિંસક હુમલો કરી રોકડા રૂા. 19 હજાર લૂંટી લેવાયા
copy image

માંડવી તાલુકાના દરશડી ગામે યુવાન ઉપર હિંસક હુમલો કરી લૂંટી લેવાયો હતો. આ અંગે ગઢશીશા પોલીસમાં દરશડીના વિશ્વરાજસિંહ ઝાલુભા ઝાલાએ નોંધાવેલ ફરિયાદ મુજબ આરોપી માંડવીના અભિજિતસિંહ સંજયસિંહ જાડેજા અને તેની સાથેના ત્રણ અજાણ્યા શખ્સો અલટો કારમાં સાંજના અરસામાં દરશડીમાં ધોકા-છરી સાથે આવ્યા હતા. અભિજિતસિંહે કહ્યું કે, બે-અઢી મહિના પહેલાં તેણે મને માર્યો હતો, જેના મનદુ:ખમાં છરી વડે ઇજા પહોંચાડી ફરિયાદીના ખિસ્સામાંથી રોકડા રૂા. 19,500ની લૂંટ કરી હતી અને સાથે આવેલા ત્રણ અજાણ્યા આરોપીએ ધોકા વડે માર માર્યાની ફરિયાદ નોંધાવી હતી.