ભુજમાં દશામાનાં મંદિરમાંથી મૂર્તિઓ-સાંઢણીઓની તસ્કરી

copy image

copy image

ભુજના જી.આઇ.ડી.સી. હંગામી આવાસમાં દશામાનાં મંદિરમાંથી મૂર્તિ-બે સાંઢણી અને સીસીટીવીના ડીવીઆરની ઉઠાંતરી, ઉપરાંત બાજુની કરિયાણાની દુકાન તેમજ અન્ય દુકાનમાંથી બે મોબાઇલની ચોરી થઇ હતી. ધાર્મિકસ્થાનને નિશાન બનાવાતાં લોકોમાં રોષ સાથે ચર્ચા પ્રસરી હતી. રાતથી સવાર સુધી થયેલી આ ચોરી અંગે બી-ડિવિઝન પોલીસ મથકે દશામાનાં મંદિરના પૂજારી મંગલભારથી ગુંસાઇએ નોંધાવેલ ફરિયાદ મુજબ મંદિરનાં તાળાં તોડી ચાંદીની દશામાની ત્રણ મૂર્તિ અને બે સાંઢણીની ચોરી થયાનું ધ્યાનમાં આવતાં સીસીટીવી કેમેરા ચેક કરવા જતાં હારામખોરોએ સીસીટીવી કેમેરાનું ડીવીઆર પણ ઉઠાવી ગયાનું સામે આવ્યું હતું. આમ મંદિરમાંથી 73 હજારના મુદ્દામાલની ચોરી થઇ હતી. બાજુમાં ભરતભાઇની કરિયાણાની દુકાનમાંથી પણ બીડી, સિગારેટ, વિમલનાં પેકેટો ભરેલા વિમલના મોટા થેલાની પણ ઉઠાંતરી થયાનું સામે આવ્યું છે, જેમાં 10 હજારનો મુદ્દામાલ હતો. બી-ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી આગળની  તપાસ હાથ ધરી હતી.