પાલનપુરના બાડરપુરા વિસ્તારમાંથી જુગાર રમતા ત્રણ શંકુઓ પકડાયા

પાલનપુરના બાડરપુરા વિસ્તારમાંથી પાલનપુર પોલીસે ત્રણને તીનપતીનો જુગાર રમતા પકડી પાડ્યા હતા. અને તેઓની પાસેથી જુગારના સાહિત્ય સહિત મુદામાલ જપ્ત કરી કાયદેસરની તપાસ હાથ ધરાઈ છે. પ્રાપ્ત થતી વિગતો અનુસાર પોલીસ અધિક્ષકની સુચના આધારે પાલનપુર પૂર્વ પોલીસ ટીમને બાતમી મળી હતી કે બાડરપુરા ગોલનદાજવાસ ખાતે ખુલ્લા ચોકમાં કેટલાક શંકુઓ જુગાર રમી રહ્યા છે. જેથી યુધ્ધના ધોરણે પોલીસે દરોડો કરી કસમભાઇ અબ્દુલ રહેમાન શેખ રહે. ગોલનદાજવાસ- પાલનપુર, આસીફભાઈ સબ્બીરભાઈ મન્સુરી રહે. રબારીવાસ, સલેમપુરા, પાલનપુર તથા નાસીરભાઈ અહેમદભાઈ મેવાતી રહે. ગોલનદાજવાસ પાલનપુર વાળાને જાહેરમાં ગંજીપાના વડે તીનપતીનો હારજીતનો જુગાર રમતા પકડી લીધા હતા. આ દરોડા દરમ્યાન મુદામાલમાં જુગારનું સાહિત્ય, એક મોબાઈલ ફોન કિંમત રૂ. 500, રોકડા 10,680 મળી કુલ મુદામાલ કિંમત રૂ. 11,180 જપ્ત કર્યો હતો. તેમજ પાલનપુર પૂર્વ પોલીસે જુગારધારાની કલામ મુજબ કાયદેસરની તપાસ હાથ ધરી ધરેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *