પ્રોહીબીશનના ગુન્હાનાં ફરાર શખ્સને પકડી પાડતી બોટાદ-રાણપુરની પોલીસ

બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાના માર્ગદર્શન હેઠળ જીલ્લામાં તા.૭/૪/૧૯ ના ક.૨૩/૦૦ થી તા.૮/૪/૧૯ ના ક.૩/૦૦ સુધી કોમ્બીંગ નાઇટનું આયોજન કરવામાં આવેલ હતું. જે અનુસંધાને વિભાગીય પોલીસ અધિકારી રાજદીપસિંહ નકુમના માર્ગદર્શન હેઠળ સને-૨૦૧૩ ના વર્ષથી રાણપુર પોલીસ સ્ટેશન પ્રોહી ગુનાનો નાસતો ફરતો શખ્સ અર્પણકુમાર કાન્તીલાલ ઉર્ફે શાંતિલાલ ગેહલોત (માળી) ઉ.વ.૨૬ રહે.ડીસા (નવા) વાળાને ડીસા ખાતેથી રાણપુર પોલીસ તથા એલ.સી.બી બોટાદના પોલીસ ઇન્સ્પેક્ટ એચ.આર. ગોસ્વામીનાઓની રાહબરી હેઠળ તરૂણભાઇ દાદુભાઇ તથા બી.ડી.ડી.પો. સબ.ઇન્સ. એ.જે.જાડેજાની ટીમ સંયુક્ત રીતે મળીને ઉપરોક્ત શખ્સને પૂછપરછ સારૂ રાણપુર પોલીસ સ્ટેશન લાવેલ રાણપુર પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ. એમ.જે.સાગઠીયા દ્વારા પૂછ પરછ કરતા શખ્સએ પોતે પોતાની ગુનાની કબુલાત કરતા ધોરણસર રીતે ધરપકડ કરી આગળની કાર્યવાહી રાણપુર પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *