વીડીના યુવાનને બંદૂક સાથેનો ફોટો વાયરલ કરવાનો શોખ ભારે પડ્યો

સોશિયલ મીડિયામાં જાત-જાતના સીન સપાટા કરી છવાઇ જવાનો ક્રેઝ હાલ યુવાનોમાં ચાલી રહ્યો છે. ત્યારે અંજારના વીડી ગામના એક બનાવમાં નાનાની પરવાનાવાળી બંદૂક સાથે ફોટો દોહિત્રાએ ફેસબૂકમાં અપલોડ કરતાં બન્ને વિરુદ્ધ ગુનો દાખલ થયો હતો. આ અંગે અંજાર પોલીસ મથકે એસઓજીના હે.કો. મયૂરસિંહ ઝાલાએ નોંધાવેલ ફરિયાદ મુજબ અધિકારીઓની સૂચના મુજબ તેઓ સોશિયલ મીડિયામાં વોચમાં હતા ત્યારે ફેસબૂકમાં અરવિંદ કોલી નામના એકાઉન્ટમાં હથિયાર સાથે ફોટો દેખાતાં સ્ક્રીન  શોટ પાડી તપાસ કરી ફોટાવાળા શખ્સ અરવિંદ અભુભાઇ કોલી (રહે. વીડી તા. અંજાર)ની પૂછતાછ કરતાં ફોટામાંની બાર બોર ડબલ બેરલની બંદૂક તેના નાના  વિશ્રામભાઇ નથુભાઇ કોલી (રહે. વીડી તા. અંજાર)ની હોવાનું જણાવતા વિશ્રામભાઇને ફોટા દેખાડતાં તેઓની પરવાનાવાળી બંદૂક છે તે કબૂલ્યું હતું. આમ પોલીસે બન્ને વિરુદ્ધ આર્મ્સ એક્ટ કલમો હેઠળ  ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી હતી.