હત્યા સહિતના ગંભીર ગુનામાં સંડોવાયેલા ઈસમના જામીન રદ

copy image

copy image

ભચાઉ તાલુકાના શિકારપુરના શખ્સ વિરુદ્ધ હત્યા, હત્યાનો પ્રયાસ, રાયોટિંગ, એટ્રોસીટી જેવા ગંભીર ગુના નોંધાયા હતા, જેથી લાકડિયા પોલીસ દ્વારા આરોપીના નિયમિત જામીન રદ કરાવવામાં આવ્યા હતા. શરીર સંબંધી ગંભીર ગુનાના આરોપીઓ વિરુદ્ધ એકથી વધારે કેસ દાખલ થયા હોય અને તેઓ કોર્ટમાંથી શરતી જામીન પર મુક્ત થયા હોય તેમજ ગંભીર ગુનામાં જામીનના હુકમોની શરતોનો ભંગ કર્યો હોય તેવા આરોપીઓના જામીન રદ કરાવવા સૂચના અપાઈ હતી. જેથી લાકડિયા પોલીસ દ્વારા આ અંગે તપાસ હાથ ધરી હતી. દરમ્યાન આરોપી કાજાભાઈ અમરાભાઈ રબારી (રહે શિકારપુર) વિરુદ્ધ અગાઉ રાયાટિંગ, એટ્રોસીટી, હત્યાનો પ્રયાસ વગેરે ગંભીર ગુના નોંધાયા હતા. શરતી જામીન મેળવ્યા બાદ પણ આરોપી સામે લાકડિયા પોલીસ સ્ટેશનમાં મારામારીની ફરિયાદ નોંધાઈ હતી. આ ઘટનામાં તેણે શરતી જામીન મેળવ્યા હતા. સામખિયાળીમાં હત્યાના બનાવમાં પણ આ શખ્સ ફરાર હોવાનું ધ્યાને આવ્યું હતું, જેથી પોલીસે ભચાઉની સેસન્સ કોર્ટમાં જમીન રદ કરવા અરજી કરી હતી. પોલીસના મુદ્દા ગ્રાહ્ય રાખી આ અરજી મંજૂર કરાઇ હતી અને આરોપીના જામીન રદ કરવામાં આવ્યા હતા. આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.