છછીના હત્યાના પ્રયાસ કેસના આરોપીઓ નિર્દોષ

copy image

copy image

copy image
copy image

ભુજ તાલુકાના છછી ગામ મધ્યે સુલતાન અમીન જુણેજા તેમજ અન્ય ત્રણ વ્યક્તિઓને મારી નાખવાને ઇરાદે પ્રાણઘાતક હથિયારોથી મૃત્યુ નીપજાવવા માટે આઠ વ્યક્તિઓએ એકસંપ કરી હુમલો કર્યાના આક્ષેપ કરી ફરિયાદીઓએ ખાવડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. તેમાં ઇજા પામનારાઓને ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં મરણોન્મુખ નિવેદન દાખલ થયેલા તે સંદર્ભે તમામ આરોપીઓ વિરુદ્ધ કાવતરું રચી મૃત્યુ નીપજાવવાનો ગુનો નોંધવામાં આવ્યો હતો. આ સંદર્ભે ભુજની પ્રિન્સિપાલ ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજની કોર્ટે જુદા-જુદી ઇજા પામનારાઓ તેમજ તપાસનીશ પોલીસ કર્મચારીઓને તપાસી અને એ રીતે પ્રોસિકયુશનને પોતાના કેસની તપાસ કરી ચાર્જશીટ કરી હતી, જેમાં સેસન્સ કોર્ટે તમામ આરોપીઓને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કર્યો હતો. તમામ તહોમતદારો (બચાવ) પક્ષના વકીલ તરીકે ધનજીભાઇ આર. મેરિયા, દિનેશ ગોહિલ, યોગેશ ચારણિયા તથા ભાવિકા સંઘાર હાજર રહી દલીલો કરી હતી.