મોરબી વીરપરડાનો ચમત્કાર કે ચેતવણી? મોરબીના કૂવામાં પાણી જાતે જ હિંચકા ખાવા લાગ્યું

image

copy image

copy image

આજે મોરબી જિલ્લાના વીરપરડા ગામમાં એવું કંઈક બન્યું કે જેને જોઈને ડોસા પણ બોલી ઉઠ્યા અમારી જિંદગીમાં આવું ક્યારેય નહોતું જોયું!

ગામના એક જૂના કૂવામાં છેલ્લા કલાકોથી પાણી પોતાની મેળે જ હલી રહ્યું છે. જાણે કોઈ અદ્રશ્ય હાથથી કોઈ બાળકને હિંચકા ખવરાવતું હોય એમ પાણીમાં મોજા ઉછળી રહ્યા છે. ન કોઈ પવન, ન કોઈ મોટર, ન કોઈ હલનચલન… છતાંય પાણી નાચી રહ્યું છે.

આ નજારો જોવા માટે સવારથી જ ગામ લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા છે. મોબાઈલના કેમેરા ચાલુ થઈ ગયા. વીડિયો બન્યા અને પળવારમાં આખા સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ ગયા.

હવે સવાલ એક જ છે – આ ચમત્કાર છે કે પ્રકૃતિનો કોઈ સંકેત?

ભૂગર્ભમાંથી આવતું દબાણ છે? કે પછી ધરતી પોતાની કોઈ વાત કહેવા માંગે છે?

હજુ સુધી તંત્ર કે કોઈ નિષ્ણાત તરફથી આનું સત્તાવાર કારણ સામે આવ્યું નથી. પણ ગામના લોકોના ચહેરા પર કુતૂહલ અને સાથે થોડો ભય પણ દેખાઈ રહ્યો છે.