ગાંધીધામમાં વીજ મોટરનો શોક લાગતાં યુવાનનું મોત

dead-body-floor-60202053

copy image

copy image

ગાંધીધામના ભારતનગર વિસ્તારમાં વીજ મોટરને અડી જતાં વીજશોક લાગતાં સુંદરપુરીના કાનજી ડાયા પ્રજાપતી (ઉ.વ.48)નું મોત થયું હતું. ગાંધીધામના નવી સુંદરપુરી ભરવાડવાસમાં રહેનાર કાનજી પ્રજાપતી કન્સ્ટ્રકશન કામના સુપરવાઈઝર તરીકે નોકરી કરતા હતા. ભારતનગરમાં માનવ ધર્મ આશ્રમની બાજુમાં તેમની સાઈટ ચાલુ હતી જ્યાં આ શખ્સ  સાંજના  હાજર હતા દરમ્યાન પાણીની વીજ મોટરને અડી જતાં તેમને વીજશોક લાગ્યો હતો. ગંભીર હાલતમાં તેમને સારવાર અર્થે લઈ જવાતાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.