આદિપુરમાં જાતીય માંગ કરી મહિલા પર હુમલો

copy image

copy image

આદિપુરની શાક માર્કેટમાં એક મહિલા પાસે જાતીય પ્રકારની માગણી કરી તેમના ઉપર નિર્લજ્જ હુમલો કરાતા બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. અંતરજાળમાં રહેનાર એક મહિલાએ ગામના શંભુ આહીર પાસેથી રૂપિયા લીધા હતા, તેનો ગેરલાભ લેવા આ શખ્સે જાતીય પ્રકારની માગણી કરી હતી અને તા.17/7ના સવારના ભાગે આ મહિલા આદિપુરની શાક માર્કેટમાં હતા, ત્યારે આરોપી શંભુ તથા તેના ભાઈનો દીકરાએ મહિલા પાસે આવી ગાળાગાળી કરી મહિલા પર નિર્લજ્જ હુમલો કર્યો હતો. પોલીસે બનાવ અંગે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.