સામખીયારી પોલીસ હદમાં 133થી વધુ દેશી દારૂના અડ્ડા ;આખરે કોની મહેરબાનીથી ?

daru2

copy image

copy image

સામખીયારી પોલીસ સ્ટેશનની હદમાં દેશી દારૂનું બેફામ વેચાણ ચાલતું હોવાનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે. સ્થાનિક સૂત્રો અને અહેવાલો મુજબ આ વિસ્તારમાં 133થી વધુ દેશી દારૂના હાટડા ધમધમી રહ્યા છે.

આટલી મોટી સંખ્યામાં ગેરકાયદે હાટડા ચાલવા છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું હોવાની ચર્ચા જોર પકડી રહી છે. ગામના યુવાનો અને મહિલાઓ આ બાબતે ભારે હેરાન-પરેશાન છે.

સવાલ એ ઉઠી રહ્યો છે કે ખુલ્લેઆમ આટલા હાટડા ચાલે છે તો તેના પર કોઈ કાર્યવાહી કેમ થતી નથી? આખરે કોની રહેમનજર અને કોના આશીર્વાદથી આ ધંધો આટલા મોટા પાયે ચાલી રહ્યો છે?

સ્થાનિક લોકોની માંગ છે કે પોલીસ અને પ્રોહિબિશન વિભાગ દ્વારા તાત્કાલિક સઘન તપાસ કરીને તમામ ગેરકાયદે હાટડા બંધ કરવા જોઈએ. દારૂના કારણે ઘરોમાં ઝઘડા, અકસ્માતો અને યુવાનોનું ભવિષ્ય બરબાદ થઈ રહ્યું છે.