સામખિયાળીના યુવાને  દુબઈમાં ઇન્વેસ્ટર્સ વિઝાનાં નામે 1.30 લાખની છેતરપિંડી

copy image

copy image

સામખિયાળીના યુવાને દુબઈમાં કંપની  શરૂ કરવા  ઇન્વેસ્ટર્સ  વિઝા માગવા પ્રયાસ કર્યો હતો પરંતુ તેને ટૂરિસ્ટ વિઝા આપી  છેતરપિંડી કરાઈ હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ હતી. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ મામલે ભોગ બનનાર યુવાન સુનીલ ઈશ્વરદાન ગઢવીએ આરોપી અંકિત  મહાશુખરાય ઓઝા સામે ફરિયાદ નોંધાવી હતી . આ બનાવને  ગત 2023થી 2024ના અરસામાં અંજામ આપ્યો હતો. ફરિયાદીએ  ઇન્વેસ્ટર્સ વિઝા મેળવવા ગૂગલમાં સર્ચ કર્યું હતું.  અલગ અલગ કંપનીઓમાંથી કોઈ કંપની પસંદ કરી હતી.  ત્યારબાદ આરોપીએ ફરિયાદી સાથે ટેલિફોનિક સંપર્ક કર્યો હતો. દુબઈમાં કંપની ખોલી આપવાની કામગીરી અંગે વાત કરી હતી. આરોપીએ દસ્તાવેજ અને 1.35 લાખ આપવા કહ્યું હતું. ફરિયાદીએ ઓનલાઇન ટ્રાન્સફર કર્યા હતા. થોડાં દિવસો બાદ કોઈ જવાબ ન આવતાં સંપર્ક કરતાં શખ્સે સંતોષકારક જવાબ આપ્યો ન હતો અને ટૂરિસ્ટ વિઝા મોકલી આપ્યા હતા. હાલ આ વિઝા ઉપર દુબઈ આવી જાઓ પછી ઇન્વેસ્ટર્સ વિઝા કરાવી આપીશ તેવી વાતો કરી હતી અને પૈસા પરત આપવાના બદલે  માત્ર રૂા.5000 આપ્યા હતા. પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.