રાપરમાં જાહેરમાં જુગાર રમતા ચાર ખેલીની ઝડપાયા
copy image

રાપરમાં જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સોની પોલીસે રોકડ રકમ સાથે અટક કરી હતી. રાપરના દુધડેરીની પાછળ આવેલ મકાનની આગળ શેરીમાં ખુલ્લામાં દિવાબતીના અજવાળે ગંજીપાના વડે તીન પતીનો જુગાર રમતો હોવાની પૂર્વબાતમીના આધારે પોલીસે દરોડો પાડયો હતો. જેમાં જુગાર રમનાર આરોપી હરીભાઈ મોહનભાઈ કોળી,મોહનભાઈ બેચરાભાઈ કોળી,અમરશી માનાભાઈ કોળી,દિલીપભાઈ પાંચાભાઈ કોળીની ધરપકડ થઈ હતી. આ કાર્યવાહીમાં જુગારના પડમાંથી રૂા. 6690,પકડાયેલા આરોપીઓ પાસથી રૂા.4370 સાથે કુલ રૂા.11060 નો મુદામાલ જપ્ત કરાયો હતો.