રાપર ખોખરા સીમમાં એકમમાંથી 1.90 લાખના વાયરોની ચોરી

copy image

copy image

અંજાર તાલુકાના રાપર ખોખરા સીમમાં આવેલા એક એકમમાંથી 1.90 લાખની  કિંમતના વાયરની ચોરી થઈ હોવાનો મામલો પોલીસે મથકે  નોંધાયો હતો. ગામના સર્વે નં.141 ઉપર આવેલ સોલાર પ્લાન્ટની ટેક્ષસેસ ઈન્ફાસ્ટ્રકચર એન્ડ પાવર પ્રોજેકટ લી.માં ગત તા.1/1/2024 થી તા.26/7/2024 સુધીના અરસામાં ચોરીની ઘટના બની હતી. કંપનીના ઈલેકટ્રીકટ એન્જીનિયર મ્યાઝરભાઈ હમીરભાઈ બરારીયા (આહિર)ની નોંધાવેલ  ફરિયાદ મુજબ આરોપી અકબરશા અલીશા શેખ (કનૈયાબે, તા.ભુજ) તથા અજાણ્યા શખ્સો કંપનીની બ્રાઉન્ડ્રીની જાળી કાપી અંદર પ્રવેશ્યા હતા. આ સ્થળેથી 6 એમ.એમનો ડી.સી. કોપર કેબલ  3900 મીટર ચોરાયો હતો.  આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.