ભલોટ ગામના યુવાને ઝેરી દવા ગટગટાવી મોતને વ્હાલું કર્યું
અંજાર તાલુકાના ભલોટ ગામે રહેતા એક પચીસ વર્ષીય યુવાને કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી લેતાં તેમનું મોત નીપજ્યું હતું.પ્રાપ્ત માહિતી મુજબ અંજાર તાલુકાના ભલોટ ગામે રહેતા કાનજીભાઈ રોજાભાઈ નામના ૨૫વર્ષના યુવાને તેમના ઘેર કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી લેતાં તેને વધુ સારવાર માટે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેમનું મોત નીપજ્યું હતું. આ અંગે હોસ્પિટલ પોલીસે અંજારને જાણ કરતાં પોલીસે એડીની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.