ભુજમાં કબૂતર બાબતે ટોળાંએ માર માર્યાની ફરિયાદ
ભુજના આલાવારા કબ્રસ્તાન ધોકી ફળિયામાં કબૂતર પકડવા બાબતે મારા મારીની ફરિયાદ નોંધાઇ હતી. બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદી ફાતમાબાઇ વસીમ ચૌહાણે નોંધાવેલ ફરિયાદ મુજબ તેમનો ભત્રીજો કેમ કબૂતર પકડી લે છે આજે તેના ટુકડા કરી નાખવા છે કહી આરોપીઓ ગેરકાયદે મંડળી રચી લોખંડનું ધારિયું, પાઇપ, ધોકા સાથે આરોપીઓ અમીન સિધિક ગગડા, નરગીસ, અફસાના, નજીર સિધિક ગગડા, આરીફ સિધિક ગગડા, સરફરાઝ સિધિક ગગડા, જુસબ સિધિક ગગડા, સમીર સલીમ મેમણ અને ભોલાએ ફરિયાદી તથા સાહેદાને માર મારી ફ્રેકચર સહિતની ઈજા પહોંચાડ્યાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે મહાવ્યથા સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.