ચોબારીમાં દંપતીએ સજોડે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

suisaid

copy image

suisaid
copy image

ભચાઉ તાલુકાના ચોબારી ગામના વાડી વિસ્તારમાં રહેનાર ખીમજી આબીદા મ્હાલિયા (ઉ.વ. 28) તથા તેમના પત્ની હનાબેન ખીમજી મ્હાલિયા (ઉ.વ. 25) સજોડે લટકતી હાલતમાં મળી આવતાં ભારે ચકચાર સાથે અરેરાટી પ્રસરી હતી. પ્રાપ્ત માહિતી મુજબ ચોબારી વાડી વિસ્તારમાં રહેનાર ખીમજીભાઈ અને તેમના પત્ની હનાબેન બપોરના અરસામાં  વાડી વિસ્તારમાં લટકતી હાલતમાં  મળી આવ્યા હતા. ઝાડમાં દોરી બાંધી બંને ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. પાંચ મહિના પેહલા જ આ બંનેનાં લગ્ન થયાં હતાં. દરમ્યાન બંને સંજોડે લટકતી હાલતમાં મળી આવતાં ભારે ચકચાર પ્રસરી હતી. બંનેની લાશ પીએમ માટે જામનગર ખાતે મોકલવામાં આવી હતી. ત્યાંથી રિપોર્ટ આવ્યા બાદ બંનેએ કોઈ અગમ્ય કારણોસર સજોડે આપઘાત કર્યો છે કે પછી બનાવ પાછળ  અન્ય કોઈ છે તે બહાર આવશે, તેવું બનાવની તપાસ કરનાર ડી.વાય.એસ.પી. સાગર સાંબડાએ જણાવ્યું હતું. પતિ-પત્નીના એક સાથે મોતથી ભારે અરેરાટી સાથે ગમગીની  પ્રસરી હતી.