સિનુગ્રામાં જાહેરમાં પત્તા ટીંચતા સાત ઝડપાયા
અંજાર તાલુકાના સિનુગ્રા ગામમાં જાહેરમાં જુગાર રમતા સાત ખેલીની પોલીસે અટક કરી રોકડ રૂા. 13,500 કબ્જે કર્યા હતા. સિનુગ્રા ગામના પાટિયા નજીક તળાવની પાળની બાજુમાં આવેલી બાવળની ઝાડીમાં પોલીસે દોરડો પાડ્યો હતો. અહીં ગોળ કુંડાળું વાળી કુકમા, હબાય, કાળી તળાવડી, મથડાથી જુગાર રમવા આવેલા ખેલીઓને પકડી પાડવામાં આવ્યા હતા. પોલીસે પકડેલા આરોપીઓમાં અસરબ ઇસ્માઇલ કકલ, જુસબ મામદ હોડા, અસગર તૈયબ બાપડા, હુસેન ઓસમાણ ગગડા, ઇસ્માઇલ સુલેમાન ચંગલ તથા અકબર જુસબ ગગડા અને મુસ્તાક લતીફ ગગડાનો સમાવેશ થાય છે. જાહેરમાં ધાણીપાસા વડે પોતાનું નસીબ અજમાવતા અને પકડાયેલા આ શખ્સો પાસેથી રોકડ રૂા. 13,500 જપ્ત કરવામાં આવ્યા હતા.