ચેક પરતના કેસમાં અપીલ: કોર્ટનો સજાનો હુકમ કાયમ

copy image

copy image

ભુજના શાકભાજી અને ફળોના જથ્થાબંધ વેપારી પ્રતીક પ્રવીણભાઇ ઠક્કર પાસેથી ભુજના મનોજ નાનાલાલ ઠક્કરે ઉધાર ખરીદ કરેલા શાકભાજી અને ફળોની બાકી રહેતી રકમ રૂા. 4,70,848 ચૂકવવા માટે આપેલો ચેક અપૂરતા ભંડોળના કારણે પરત થયો હતો, જે ચેક અંગે નોટિસ આપ્યા છતાં રકમ નહીં ચૂકવાતાં પ્રતીકે મનોજ વિરુદ્ધ નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ તળે કરેલા કેસમાં બીજા અધિક ચીફ જ્યુ. મેજિ.ની કોર્ટે તા. 9/2/2024ના 1 વર્ષની સાદી કેદ અને ચેકની રકમ 60 દિવસમાં વળતર રૂપે ફરિયાદીને ચૂકવવા થયેલા હુકમ વિરુદ્ધ આરોપી મનોજે ભુજની સેશન્સ કોર્ટ સમક્ષ કરેલી અપીલમાં ભુજના છઠ્ઠા અધિક સેશન્સ જજની કોર્ટમાં ચાલી જતાં અપીલ કોર્ટે અપીલ રદ કરી નીચેની કોર્ટનો હુકમ કાયમ રાખ્યો છે. આ કેસમાં ફરિયાદ પક્ષે બંને કોર્ટમાં ભુજના વરિષ્ઠ એડવોકેટ રામલાલ એમ. ઠક્કર, તારક આર. ઠક્કર તથા નિશાંત આર. ઠક્કર હાજર રહ્યા હતા.