ખુનના ગુનામા આજીવન કેદની સજા પામેલ ફરાર આરોપી ઝડપાયો

copy image

copy image

ખૂન કેસમાં આજીવન કેદની સજા પામેલો માધાપરનો આરોપી પપ્પુ ઉર્ફે મામદ ઇભલા કોલી રાજકોટની મધ્યસ્થ જેલમાંથી ફર્લો રજાથી છૂટયો હતો. નિયત સમય સુધી હાજર ન થતાં તેને ફરાર જાહેર કરાયો હતો. જેને પશ્ચિમ કચ્છની પેરોલ ફર્લો સ્કવોડે પકડી પાડ્યો હતો. વર્ષ 2016ના હત્યા કેસના આરોપી પપ્પુ ઉર્ફે મામદ ઇભલા કોલી (રહે. માધાપર નવાવાસ)ને તા. 24-9-18થી કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી. આરોપીને તા. 21-6-24થી 14 દિનની ફર્લો રજા પર રાજકોટ મધ્યસ્થ જેલથી છોડવામાં આવ્યા બાદ સમયગાળો પૂર્ણ થયા બાદ હાજર ન થતાં તેને ફરાર ઘોષિત કરાયો હતો. પશ્ચિમ કચ્છ પેરોલ ફર્લો સ્કવોડના એ.એસ.આઇ. હરિભાઇ બારોય તથા હે.કો. ધર્મેન્દ્રભાઇ રાવલને ખાનગી બાતમી મળતાં ત્રણ અલગ અલગ ટીમ બનાવી  માધાપર અને પદ્ધર વિસ્તારમાં વોચ દરમ્યાન કુકમા-અંજારથી નવા બનતા બાયપાસ રોડના પુલિયા પાસેથી ફરાર આરોપી પપ્પુ ઉર્ફે મામદને હસ્તગત કરી આગળની કાર્યવાહી માટે પદ્ધર પોલીસને સોંપવામાં આવ્યો હતો. આ કામગીરીમાં સ્કવોડના પીએસઆઇ ડી.બી. વાઘેલાની સાથે એ.એસ.આઇ. હરિલાલ બારોટ, હે.કો. ધર્મેન્દ્ર રાવલ, વિમલભાઇ ગોડેશ્વર, સુરેશભાઇ ચૌધરી, કોન્સ. બળવંતસિંહ જાડેજા તથા ઉપેન્દ્રસિંહ ઝાલા જોડાયા હતા.