દુર્ગાપુરમાં ટ્રકની કેબિન ઉપર ચડેલા યુવાનનું વીજશોકથી મોત નીપજયું
માંડવી તાલુકાના દુર્ગાપુરમાં ફેક્ટરીમાં ટ્રક ઉપર તાડપત્રી વીંટવા ચડેલા 18 વર્ષીય યુવાન ભૂપેન્દ્રસિંગ જગત કેજારામ જગતને ઉપરથી જતી વીજ લાઇનને અડી જતાં વીજશોક ભરખી ગયો હતો. માંડવી તાલુકાના મોટી રાયણથી આગળ ગઢશીશા-માંડવી રોડ પર સ્થિત દુર્ગાપુરમાં ભવ્ય સપ્લાયર્સ ફેકટરીમાં સાંજના અરસામાં છત્તીસગઢનો 18 વર્ષીય મજૂર ભૂપેન્દ્રસિંગ જગત કેજારામ જગત તાડપત્રી વીંટવા અર્થે ટ્રકની કેબિન ઉપર ચડતાં તેના માથાના ભાગે ઉપરથી પસાર થતો વીજ લાઇનનો વાયર અડકી જતાં તેને વીજ કરંટ લાગ્યો હતો, આથી તેનું મોત નીપજ્યું હતું. માંડવી પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, હજુ થોડા દિવસ પૂર્વે જ મુંદરામાં પણ રાજસ્થાની ટ્રકનો ક્લીનર પણ આ રીતે મોત નીપજયું હતું.