ગાંધીધામમાં ગોપાલપુરીના બે મકાનમાંથી અંગ્રેજી શરાબ ઝડપાયો

copy image

copy image

ગાંધીધામના ગોપાલપુરી વિસ્તારમાં આવેલા બે ખંડેર  મકાનમાં પોલીસે છાપો માર્યો હતો  રૂા. 41,200નો અંગ્રેજી શરાબનો જથ્થો હસ્તગત કર્યો હતો. જો કે, બે આરોપી હાથમાં આવ્યા નહોતા. બીજીબાજુ ખારાપસવારિયામાં એક મકાનમાંથી રૂા. 9100ના દારૂ સાથે શખ્સની અટક કરવામાં આવી હતી. ગાંધીધામના ગોપાલપુરી વિસ્તારમાં આવેલા બે મકાનમાં નવી-જૂની સુંદરપુરીના નરેશ ઉર્ફે કારો વાલજી મકવાણા તથા સંદીપ ઉર્ફે ચાંદિયો લક્ષ્મણ વડોલિયાએ દારૂ રાખી તેનું વેચાણ કરતા હોવાની પૂર્વ બાતમી પોલીસને મળી હતી. જેના આધારે પોલીસે ગોપાલપુરીના એફ-બે તથા એફ-ત્રણ નંબરના મકાનમાં દોરડો પડ્યો હતો. આ બંને ખંડેર મકાનના પાછળના દરવાજા ખુલ્લા હોવાથી પોલીસે ત્યાંથી પ્રવેશ કરી મકાનોમાં તપાસ હાથ ધરી હતી. આ બંને મકાનોમાંથી 750 એમ.એલ.ની જુદા-જુદા બ્રાન્ડની 68 બોટલ, 100 મિ.લી.ના 144 કવાર્ટરિયા તથા 30 બીયરના ટીન એમ કુલ રૂા. 41,200નો શરાબનો જથ્થો જપ્ત  કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમ્યાન બને આરોપી હાજર મળ્યા નહોતા. બીજીબાજુ  અંજાર તાલુકાના ખારાપસવારિયા ગામના રબારીવાસમાં આવેલા એક મકાનમાં પોલીસે કાર્યવાહી કરી હતી. અહીં રહેતા નારાણ ઉમર કોળીને પકડી પાડી તેના કબ્જાના મકાનમાંથી રૂા. 9100ની 20 બોટલ જપ્ત કરવામાં આવી હતી.