નલિયા-તેરા માર્ગ પર બાઈકને અકસ્માત નડતાં યુવાનનું મોત

copy image

copy image

નલિયા-તેરા માર્ગ પર બાઇ કને અજાણ્યા વાહને હડફેટે લેતાં બાઇ કચાલક યુવાનનું મોત નીપજ્યું હતું. આ અંગે ભુજની જી.કે.જનરલ હોસ્પિટલની પ્રાપ્ત માહિતી મુજબ નલિયાની ગ્રામ પંચાયત પાસે રહેતા કાનજી વિશ્રામ જોગી (ઉં.વ.૪૦) તા.૨૯નાં બપોરના  ૨ વાગ્યાના અરસામાં બાઇક લઇને ખેતરેથી નલિયા તરફ જઈ રહ્યો હતો. આ દરમ્યાન અજાણ્યા વાહને બાઇકને હડફેટે લેતાં કાનજીને ઈજાઓ થઈ હતી. તેથી તેને પ્રથમ નલિયાની હોસ્પિટલમાં અને ત્યાંથી વધુ સારવાર માટે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.