ભુજ અને ગ્રામ્યમાં પીજીવીસીએલ ટીમ દ્વારા વીજ ચેકિંગમાં રૂ.૨૫ લાખની વીજ ચોરી ઝડપાઈ

copy image

copy image

પીજીવીસીએલ દ્વારા ફરી એકવાર વીજ ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.  સોમવારનાં પીજીવીસીએલની કોર્પોરેટ વિભાગની ટીમે ભુજ શહેર અને ગ્રામ્યમાંથી રૂ.૨૫.૦૫ લાખની વીજ ચોરી ઝડપી હતી. પીજીવીસીએલની કોર્પોરેટ વિભાગની ટીમે ગત ૧૨મી જુલાઈના વીજ જોડાણનાં ચેકિંગ હાથ ધર્યા બાદ ફરી વીજ ચેકિંગ ઝુંબેશ હાથ ધરી હતી. પીજીવીસીએલ ભુજ ડિવિઝન હેઠળનાં ભુજ સિટી-૨ અને ભુજોડી સબ ડિવિઝન હેઠળ આવતા વિસ્તારમાં ૧૩ ટીમોએ ઓચિંતી રહેણાક અને કોમર્શિયલ વીજ જોડાણની તપાસ હાથ ધરી હતી. વીજ ચેકિંગ ટીમના ચેકિંગ દરમિયાન રહેણાકના ૪૮૧ તથા કોમર્શિયલ ૬૩ મળી કુલ ૫૪૪ વીજ જોડાણ તપાસતા ૨૩ રહેણાક અને ૪ કોમર્શિયલ મળી કુલ ૨૭ જેટલા વીજ કનેકશનમાંથી ચોરી ઝડપીને વીજ ચોરીમાં સંડોવાયેલા ગ્રાહકને રૂ.૨૫.૦૫ લાખનો વીજ ચોરી પેટે દંડ ફટકાર્યો હતો. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ  , આવનારા દિવસોમાં વિવિધ વિસ્તારમાં વીજ જોડાણની તપાસ ઉપરાંત દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. ૫૪૪ વીજ કનેક્શનની તપાસમાં ૨૭માં ગેરરીતિ પકડાઈ