વાયોર પોલીસ સ્ટેશનના અપહરણના ગુનાનો આરોપી પકડાયો
copy image

અબડાસા તાલુકાના વાયોર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપહરણના ગુનાનો આરોપી પકડી પાડવામાં આવ્યો હતો. પ્રાપ્ત માહિતી મુજબ વાયોર પોલીસ સ્ટેશનમાં આઈપીસી ૩૬૩, ૩૬૬ તેમજ પોક્સો એક્ટની કલમો હેઠળ નોંધાયેલા ગુનાના આરોપી ભરત રાયશી કોલી (ઉ.વ.૨૭) (રહે. સોમાણીવાંઢ, તા.રાપર) તા.૨૮-૬- ૨૪ના રોજ સગીરાનું અપહરણ કરીને નાસી ગયો હતો. આરોપીને પકડવા માટે હ્યુમન સોર્સિસ તથા ટેકનિકલ સર્વેલન્સની મદદથી તપાસમાં બાતમીના આધારે આરોપીને એલસીબી, ભુજની મદદથી સુરેન્દ્ર નગરના વડોદરા ગામની સીમમાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો. આ કામગીરીમાં ઇન્ચાર્જ સીપીઆઈ બી. પી.ખરાડી, અનિરુદ્ધસિંહ જાડેજા, હરદીપસિંહ જાડેજા, હરલબેન આહીર, શિવુભા જાડેજા સહિતના કર્મચારીઓ જોડાયા હતા.