પુનાના યુવાન સાથે રૂ.૨૦ લાખની ઠગાઇ કરનાર નખત્રાણાના અને કોઠારા ત્રણ શખ્સોએની ધરપકડ
copy image

કોઠારા અને નખત્રાણાના ત્રણ શખ્સોએ મળીને પુનાના યુવાનને ફોરેક્સ ટ્રેડિંગમાં ઊંચું વળતર આપવાની લાલચ આપીને રૂ.૨૦ લાખની ઠગાઇ કરી હતી. જે મામલે ત્રણેય શખ્સોને પુનાના ચંદન નગરની પોલીસે ઝડપી પાડયા હતા. પ્રાપ્ત માહિતી મુજબ મહારાષ્ટ્રના પુનાના ચંદન નગરમાં રહેતા એક યુવાનને ફોરેક્સ ટ્રેડિંગમાં ઊંચું વળતર આપવાની લાલચ આપીને રોકાણ કરાવડાવી રૂ.૨૦ લાખની ઠગાઇ કરવામાં આવી હતી. આ ઠગાઈ કોઠારા તેમજ નખત્રાણા શખ્સોએ મળીને કરી હતી. દસેક દિવસ પહેલાં ચંદન નગરની પોલીસે ભુજ આવીને ભુજના કૈલાસ નગરમાં રહેતા રોનક અશ્વિનભાઈ નાકર (ઉ.વ.૨૮), નખત્રાણા તાલુકાના મોટા અંગિયામાં રહેતા મોહિત દિનેશભાઈ શાહ (ઉ.વ.૨૭) તેમજ મૂળ કોઠારા અને હાલે ભુજની ઉમેદનગર કોલોનીમાં રહેતા દિવ્યરાજસિંહ અમરસંગ સોઢા (ઉ.વ.૨૪)ને પકડી પાડયા હતા. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ત્રણેય આરોપીઓએ ટેલિગામ એપ દ્વારા પુનાના યુવાનનો સંપર્ક કરીને ફોરેક્સ ટ્રેડિંગમા ઊંચું વળતર આપવાની લાલચ આપીને તા.૧૫ જાન્યુઆરીથી ૯ ફેબુઆરી ૨૦૨૪ દરમ્યાન કુલ રૂ.૨૮ લાખ મેળવ્યા હતા. જોકે, બાદમાં ત્રણેય આરોપીઓએ વળતર તો ઠીક પૂરી રકમ પણ નહીં આપીને ઠગાઇ કરી હતી. ગુનો નોંધવામાં આવ્યા બાદ રકમ જે બેન્ક એકાઉન્ટમાં જમા થઇ હતી તેના આધારે તેમજ ઇ મેઈલ આઈડી પરથી મોકલાયેલા મેલની ટેકનિકલ વિગતો મેળવવામાં આવતાં કડી કચ્છ તરફની ખૂલી હતી. આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી