ગાંધીધામના ચેક પરતના કેસમાં આરોપીને  એક વર્ષની જેલ

copy image

copy image

ગાંધીધામની અદાલતે ખાતામાં અપૂરતાં ભંડોળના  કારણોસર પરત થયેલા ચેક પરતના  કેસમાં સજા ફટકારતો ચુકાદો આપ્યો હતો. ગાંધીધામના આનંદ ટેડર્સના રાજુભાઈ બચુમલ ઈસરાણીને હળવદના જલારામ એજન્સીના વેપારી પ્રકાશ જેસવાલે માલસામગ્રીની ખરીદી પેટે રૂા. 3,65,327નો ચેક આપ્યો હતો, જે બેંકમાં રજૂ કરાતાં પરત થયો હતો. ગાંધીધામ બીજા અધીક ન્યાયાધીશ એમ.એ. શેખ સમક્ષ આ કેસ ચાલી ગયો હતો. અદાલતે બંને પક્ષને સાંભળ્યા બાદ આરોપી પ્રકાશને તક્સીરવાન ઠરાવી એક વર્ષની સજા અને ચેકની રકમની દોઢી રકમ બે માસમાં ચૂકવવા હુકમ કર્યો હતો. ફરિયાદી પક્ષે ધારાશાત્રી આર.એન. કેસવાણી રહ્યા હતા.