કોસા, ગોલાય, કરમટાની પવનચક્કીમાંથી 44 હજારના વાયરની ઉઠાંતરી
copy image

અબડાસા તાલુકાના કોસા, ગોલાય, કરમટાની સીમમાંથી પવનચક્કીના ટાવર પરથી વાયરની તસ્કરી થતાં ફરિયાદ નોંધાઇ હતી. આ અંગે વાયોર પોલીસ મથકે નોંધાયેલ ફરિયાદ મુજબ તા. 26-7થી 27-7 દરમ્યાન કોઇ અજાણ્યા ચોર ઇસમ સુઝલોન કંપનીની પવનચક્કીના કોસા, ગોલાય, કરમટાની સીમના ટાવરમાંથી કુલ્લ મળીને રૂા. 43,725ના કોપર વાયરની ચોરી કરી લઇ ગયા છે. વાયોર પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી.