કોટાય પાસે બાઈક સ્લીપ થતાં કિશોરનું મોત નીપજાવ્યાની ફરિયાદ
copy image

ભુજ તાલુકાના કોટાય નજીક બાઈક સ્લીપ થવાથી કિશોરના મૃત્યુ નીપજાવવા અંગે બાઈકચાલક સામે માધાપર પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાપ્ત માહિતી મુજબ ભુજ તાલુકાના હબાય ગામે રહેતા હસન અલીમામદ મણકાએ પોલીસમાં નોંધાવેલ ફરિયાદ મુજબ , તેમના કાકાનો દીકરો ફારૂક જુમાભાઈ મણકા (ઉ.વ.૧૫) અને મામદભાઈ રમજુ મણકા બાઈક પર સંબંધી અલીભાઈની સગાઈમાં જતા હતા ત્યારે કોટાય પાસે બાઈક સ્લીપ થતાં બંનેને ઈજા થઈ હતી, જેમાં ફારૂકનું મોત નીપજાવવા અંગે મામદભાઈ રમજુ મણકા વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.