ભચાઉમાં જુગારના દરોડામાં એક ઝડપાયો : બે મહિલા નાસી ગઇ
copy image

ભચાઉ નગરના સીતારામપુરા વિસ્તારમાં પોલીસે જુગાર અંગે કાર્યવાહી કરી એક શખ્સને પકડી પાડી રોકડ રૂા. 15,900 કબ્જે કર્યા હતા. જો કે, બે મહિલા નાસી જવામાં સફળ રહી હતી.ભચાઉના સીતારામપુરા વિસ્તારમાં કોમન પ્લોટની જગ્યામાં એક શખ્સ તથા અમુક મહિલાઓ ગોળ કુંડાળું વાળીને જુગાર રમી રહ્યા હતા, ત્યારે સાંજના અરસામાં પોલીસે પૂર્વ બાતમીના આધારે અહીં દોરડો પડ્યો હતો. આ કાર્યવાહી દરમ્યાન અંજારના રજનીશ મોતી પ્રજાપતિને પકડી પાડવામાં આવ્યો હતો, જ્યારે રામુબેન બાવાજી તથા હીરૂબેન લુહાર નામના મહિલા પોલીસને હાથતાળી આપીને નાસી ગયા હતા. ગંજીપાના વડે જુગાર રમતા અને પોલીસના હાથે પકડાયેલા રજનીશ પાસેથી રોકડ રૂા. 15,900 જપ્ત કરવામાં આવ્યા હતા.