કિડાણામાં મહિલાએ ગળેફાંસો મોતને વ્હાલું કર્યું

copy image

copy image

ગાંધીધામ તાલુકાના કિડાણામાં રહેનાર પ્રિયંકાબેન રાજેશ કોચરા નામના મહિલાએ ગળેફાંસો ખાઇ પોતાનો જીવ ગુમાવ્યો હતો. કિડાણામાં મહેશ્વરી સમાજવાડી પાછળ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેનાર પ્રિયંકાબેન (ઉ.વ. 30) નામના મહિલા બપોરના અરસામાં  પોતાના ઘરે હતા દરમ્યાન અગમ્ય કારણોસર લાકડામાં દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઇ મોતને વ્હાલું કર્યું હતું. આઠ વર્ષનો લગ્નગાળો ધરાવનાર આ મહિલાએ કેવા કારણોસર અંતિમ પગલું ભર્યું હશે તે માટે પોલીસે બનાવની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી હતી.