મીઠીરોહરમાં જુગાર રમનાર ચાર મહિલા સહિત છની ધરપકડ

copy image

copy image

ગાંધીધામ તાલુકાના મીઠીરોહરમાં જાહેરમાં જુગાર રમનાર ચાર મહિલા સહિત છ લોકોની પોલીસે અટક  કરી રોકડ રૂા. 15,700 કબ્જે  કર્યા હતા. મીઠીરોહરમાં અબુબકર પીરની દરગાહ પાછળ આવેલ ખુલ્લી જગ્યામાં અમુક પુરુષ અને મહિલાઓ ગોળ કુંડાળું વાળી ગંજીપાના વડે પોતાનું નસીબ અજમાવી રહ્યા હતા. તેવામાં સાંજના અરસામાં અહીં અચાનક પોલીસ ત્રાટકી હતી અને ગામના જુસબ ઉમર સોઢા, ગની ઈસ્માઈલ ત્રાયા, ફાતમાબેન અબ્દુલ નાઈ, ધનબાઈ હુશેનવાળા, જમીલાબાઈ ઈબ્રાહીમ ત્રાયા અને જલાબાઈ હારૂન સંઘારને ઝડપી  પાડયા હતા. જુગાર રમી પોલીસના હાથે પકડયોલા આ છ લોકો પાસેથી રોકડ રૂા. 15,700 જપ્ત  કરવામાં આવ્યા હતા.