અંતરજાળના શખ્સને માર મારી રૂા. 2.53 લાખની લૂંટ

copy image

copy image

ગાંધીધામ તાલુકાના અંતરજાળના એક શખ્સનું અપહરણ કરી તેને માર મારી રૂા. 2,53,000ની મતાની લૂંટ ચલાવાઈ હતી. આ શખ્સને આખી રાત ગોંધી રાખી તેને માર મરાયો હતો. જે અંગે છ શખ્સ વિરુદ્ધ ફરિયાદ થઈ હતી. અંતરજાળમાં રહેનાર ફરિયાદી રાજદીપસિંહ ખેંગુભા જાડેજા નામનો શખ્સ ગત તા. 31/7ના રાત્રે ઘરે હતો ત્યારે કુલદીપસિંહ જેમલસિંહ સોઢાએ બહાર બોલાવ્યો હતો તારા મિત્ર રાધે જોશીના પૈસાની મેટર પતાવી નાખીએ તેમ કહી તેને મુંદરા સર્કલ લઈ જતો હતો. પરંતુ ફરિયાદી વચ્ચે જ ઉતરી અર્જુન ગઢવીને અહીં બોલાવવા કહ્યું હતું થોડીવારમાં ત્યાં અર્જુન નાગદાન ગઢવી, વિજય નાગદાન ગઢવી, દિનેશ ઉર્ફે ઢિંકા પરિહાર આવ્યા હતા અને રાધેને વીસ હજાર આપ્યા હતા. તેની જવાબદારી તે લીધી હતી તેમ કહેતા ફરિયાદીએ વીસ હજારની લીધી હતી તેની સામે તમે વધુ પૈસા માંગો છો તે ન મળે તેવું કહેતા આ શખ્સોએ ફરિયાદીને મારમારી તેની પાસેની ચેઈન, મોબાઈલ, સોનાનું કડું વગેરે મળીને કુલ રૂા. 2,53,000ની મતાની લૂંટ ચલાવી હતી. બાદમાં તેને છરી બતાવી તેનું અપહરણ કરાયું હતું. ફરિયાદી યુવાનને અર્જુન ગઢવીના ઘર નજીક 9-બી વિસ્તારમાં એક કોમ્પ્લેક્ષમાં લઈ ગયા હતા જ્યાં હર્ષદ ગઢવી અને ચિરાગ ગંભીરસિંહ રાજપૂત આવ્યા હતા. આ શખ્સોએ ફરિયાદીને કોમ્પ્લેક્ષની ગેલેરીમાં ગોંધી રાખી આખી રાત માર માર્યો હતો. ફરિયાદીએ ગમે તેમ કરીને પૈસાની વ્યવસ્થા કરી આપવાનું કહેતા સવારના અરસામાં  જવા દેવાયો હતો. બનાવ અંગે આદિપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા આગળની તપાસ પોલીસે હાથ ધરી હતી.