સામખિયાળી નજીક તમંચા સાથે એકની ધરપકડ
copy image

ભચાઉ તાલુકાના સામખિયાળી નજીકથી એક શખ્સને પોલીસે ઝડપી પાડી તેની પાસેથી રૂા. 10,000નો તમંચો કબ્જે કરાયો હતો. પૂર્વ કચ્છની એસ.ઓ.જી.ની ટીમ સામખિયાળી બાજુ હતી. દરમ્યાન જસાપરનો ભીખા દરજી કોળી પાસે તમંચો હોવાની પૂર્વ બાતમી આ ટીમને મળી હતી. સામખિયાળી નજીક સર્વિસ રોડ ઉપર વોચ ગોઠવી પગપાળા આવતા આ શખ્સને પોલીસે પકડી પાડયો હતો. તેની તપાસ લેવાતાં દેશી તમંચો મળી આવ્યો હતો. આ શખ્સ પાસેથી રૂા. 10,000નો તમંચો જપ્ત કરવામાં આવ્યો હતો. તેણે આ અગ્નિશત્ર ક્યાંથી લીધું હતું તે બહાર આવ્યું નથી. જેની આગળની તપાસ પોલીસે હાથ ધરી હતી.