ખાવડાના આર.ઇ. પાર્કની કંપનીમાંથી રૂા. 3.50 લાખના વાયરની ઉઠાંતરી
copy image

ભુજ તાલુકાના ખાવડા પાસે આર.ઇ. પાર્કમાંની એક ખાનગી કંપનીના અલગ-અલગ બ્લોક્સમાંથી કોપર વાયર જેની કિં.રૂા. 3,50,000ની ચોરી થયાની ફરિયાદ પોલીસ ચોઇપદે નોંધાઈ છે. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ ખાવડા પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ આર.ઇ. પાર્કમાંની એન.ટી.પી.સી. કંપનીના બ્લોક નં. 14, 13, 12, 10માંથી સોલાર પ્લેટોમાં લાગેલા કોપર વાયર જેની કિં.રૂા. 3,50,000ની કોઇ અજાણ્યા ચોર ઇસમો ચોરી કરીને લઇ ગયા છે. પોલીસે ચોરીની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.