રતાડિયાના વીજ મથકમાં 97,500ના વાયરની તસ્કરી

copy image

copy image

નખત્રાણા તાલુકાના રતાડિયામાં અદાણી કંપનીના વીજ મથકમાંથી રૂા. 97,500ની કિંમતના 650 મીટર વાયરની ચોરી થઈ હોવાની ફરિયાદ નખત્રાણા પોલીસ મથકના મથકે નોંધાઈ હતી, તો બીજી તરફ મુંદરા તાલુકાના મોખા પુલિયા નીચે આવેલા મોબાઈલ ટાવરના સેન્ટર રૂમમાંથી બેટરીના સેલ નંગ 24 કિ. રૂા. 10,000ની કોઈ ચોર ઈસમ ચોરી કરી નાસી ગયા હતા. પ્રાપ્ત માહિતી મુજબ, રતાડિયામાં આવેલી અદાણી કંપનીના પાવર સ્ટેશનમાંથી 650 મીટર વાયરની કોઈ ચોર ઈસમ ચોરી કરી ગયા હતા. રૂા. 97,500ની કિંમતના કેબલ ચોરાયા અંગે પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. ચોરીનો વધુ એક બનાવ મોખા નજીક બન્યો હતો. મોખા પુલિયા નીચે આવેલા વોડાફોન કંપનીના મોબાઈલ ટાવરના સેન્ટર રૂમમાંથી કોઈ ચોર  ઈસમે  બેટરીના 24 સેલ કિ. રૂા. 10,000ની ચોરી કરી નાસી ગયો હતો. આ મામલે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.